પ્રેમ ની પરખ

જવાબદારી વિના ની લાગણી પ્રેમ હોઈ શકે નહી, વળી,પ્રેમ કોઈ દિવસ કેન્દ્રિત ન હોઈ શકે એટલે કે લાગણી કે જવાબદારી કોઈ એક પાત્ર પુરતી સિમિત હોતી નથી.પ્રેમી એક પાત્ર ને ખુશ કરવામાં કે પોતાનાં આનંદ માટે બીજા ને અન્યાય કરે અથવા તો પોતાની જવાબદરી ભૂલે તો માનવું કે એ પ્રેમ નથી માત્ર આકર્ષણ છે.પ્રેમ માં આધણાં થવાઇ પરંતુ આકર્ષણ માં આધણાં ન થવાઇ.તેજ રીતે પ્રેમ એ કઈ ફેશન કે જરુરિયાત પણ નથી એટલે કે બધા કરે એટલે આપણે પણ કરવો જ જોઈએ એવું જરુરી નથી,પ્રેમ કોઈ પ્રવુતિ નથી. માટે આકર્ષણ પ્રેમ હોઈ શકે નહી અને પ્રેમ આકર્ષણ પ્રેમ હોઈ શકે નહી. :- જય વશી “મુત્યુ”

Advertisements

સંજોગ

સંજોગ

શું  હતાંઅને શું થઈ ને રહિ ગયા,
વસંત ની આશ માં પાનખર માં ભળી ગયાં,

તોડવું હતું ફૂલ,ત્યાં તો કાંટા નડિ ગયાં,
શું હતાં અને શું થઈ ને રહિ ગયાં,

બેઠો હતો પ્રેમ નાં વાદળ વરસવાની આશ માં,
પરંતુ એ આવી વિરહ નું રણ મુકિ ગયાં,
શું હતાં અને શું થઈ ને રહિ ગયાં ,

કોણે સળગવું હતું આ વિરહ ની આગ માં,
પરંતુ લોકો આવી તમાશા રુપી ધી નાખી ગયાં,
શું હતાં અને શું થઈ ને રહિ ગયાં ,

મે તો મોક્લ્યું હતું મારા પ્રેમ નું પાનેતર,
ત્યાંતો એ આવી મારી લાશ પર કફન નાખી ગયાં,
શું હતાં અને શું થઈ ને રહિ ગયાં,

જે હતું મારું જીવન, એ જ આજે “મૂત્યુ” નું કારણ બની ગયાં

શું હતાં અને શું થઈ ને રહિ ગયાં,

:- જય વશી “મુત્યુ”

એ ન હતા મારા આંસુ, એતો એમના વિરહ થી પાપણ માં પડિ હતી તિરાડ.:- જય વશી”મુત્યુ”

પ્રેમ?!

પ્રેમ ?!


કંઇક જાણ્યું,ન જાણ્યું અને થઈ ગયો પ્રેમ,
આ તે કેવો પ્રેમ!
હજુ તો પહેલી નજર પડિ અને થઈ ગયો પ્રેમ,
આ તે કેવો પ્રેમ!
માત્ર જોઈ શણગાર અને વાગે હ્દય માં પ્રેમ નાં ભણકાર,
આ તે કેવો પ્રેમ!
ન જોવાય સંસ્કાર કે સ્વભાવ ને છતાં પણ થઈ જાય છે પ્રેમ,
આ તે કેવો પ્રેમ!
કારર્કિર્દી ને મૂકે છે દાવ પર અને કરે છે પ્રેમ,
આ તે કેવો પ્રેમ!
મા-બાપ નાં સપના ને તોડિ જોઇ છે કંઇક બીજા જ સપના,
અરે આ તે કેવો પ્રેમ!
અંતે જાણવું છે “મુત્યુ” પહેલા, શું આ જ છે સાચો પ્રેમ?
:- જય”મુત્યુ”

મિત્રો, તમારો ખુબ આભાર કે તમે મારી રચના ને બિરદાવી. હવે હું આ રચના જે રજુ કરવા જઈરહ્યો છું તેની સાથે આપ કદાચ સહમત ન  પણ હોવ.પણ મારી આપને વિનંતી છે કે મારા વિચાર પર આપ એકવાર  વિચાર કરી મને સાચો અભિપ્રાય આપજો.રચના નું નામ છે પ્રેમ!?

વિના વાદળ નો વરસાદ મોકલું છું,
મારા ક્ષ્વાસે ક્ષ્વાસે ને ગુઠિ ને વિક્ષ્વાસ મોક્લું છું,
કોન કહે છે “મુત્યુ”છે પ્રેમ નું પુર્ણ વિરામ?
આ લ્યો,મારી કબર માથી એક ધબકાર મોક્લું છું.

:- જય વશી “મુત્યુ”

પ્રેમ નો પ્રક્ષ્ન

પ્રેમ નો પ્રક્ષ્ન

વાસના નાં વમળ માંઅટવાયો છે પ્રેમ,
જાણેશોષણ નું શસ્ત્ર બનયો હોઇ આ પ્રેમ,

લાગણી ની લહેર લડાવી,
માયા ની મહેર વરસાવી કહે છે આ છે પ્રેમ,

આપે છે ક્ષ્વાસે ક્ષ્વાસે વિક્ષ્વાસ,
ને પાછળ થી આપે છે આઘાત, આ છે પ્રેમ,

નથી દેખાતી કોઇ ને મા ની મમતા કે,
નથી દેખાતો પિતા નો પ્રેમ,ને કહે છે આધળો છે પ્રેમ

કરે છે સ્વજનો ને લાચાર,
વળી, કહે છે હવે કરો મારા પ્રેમ લગ્ન નો વિચાર,આ છે પ્રેમ !

“મુત્યુ” હવે પૂછે છે પ્રક્ષ્ન,શું આ જ છે સાચો પ્રેમ?
:- જય વશી “મુત્યુ”